New Update
-
અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટકયા
-
ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ચોરી
-
બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
-
રૂ.15 હજારના માલમત્તાની ચોરી
-
પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧૫ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલકુમાર વસાવા પોતાના પરિવાર સાથે ગામડે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ૧૫ હજારના મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories