New Update
અંકલેશ્વર નજીક નર્મદાનો બનાવ
મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ
બે વખત નદીમાં કુદવાનો પ્રયાસ કર્યો
સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો
પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. નર્મદા મૈયા બ્રીજના અંકલેશ્વર છેડે કોવિડ સ્મશાન પાસે આજે સવારના સમયે એક મહિલા પહોંચી હતી અને તેણે બે વખત નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક નાવિકોએ તેને પકડી રાખી હતી.આ અંગેની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ શરૂ કરી હતી. ઈમરજન્સી સેવા 112ના કર્મીઓ પણ દોડી આવ્યા હતા અને મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. જોકે મહિલા પોતે જીવનથી કંટાળી ગઈ હોવાથી આપઘાત કરવા આવી હોવાનું જણાવી રહી છે. પોલીસે બીજી તરફ તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
Latest Stories