New Update
નવરાત્રીના પર્વની પુર્ણાહુતી
જીતાલી ગામમાં કરવામાં આવી ઉજવણી
દશેરાના પર્વની ઉજવણી
આદિવાસી સમાજે રજૂ કર્યું ઘેરૈયા નૃત્ય
મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરાના પાવન અને શુભ પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા તેમની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઘેરૈયાની ઉજવણી કરી સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો. દશેરાના તહેવારને આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે. જીતાલી ગામના આ ઘેરૈયા નૃત્યમાં ગામના યુવાનો અને વડીલોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે સૌએ એકઠા થઈને નૃત્ય કર્યું હતું.આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતીક છે.
Latest Stories