અંકલેશ્વર: GIDCમાં અજાણ્યા વાહનની અડફેટે ટ્રકચાલકનું મોત નિપજ્યું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં અકસ્માતનો બનાવ

  • કેડીલા કંપની નજીક સર્જાયો અકસ્માત

  • અજાણ્યા વાહનચાલકે રાહદારીને લીધો અડફેટે

  • અકસ્માતમાં રાહદારીનું મોત

  • મૃતક ટ્રક ચાલક હોવાનું બહાર આવ્યું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.અકસ્માતના આ બનાવમાં જીઆઇડીસીમાં આવેલી કેડીલા ફાર્મા કંપની નજીકથી આજે વહેલી સવારે એક વ્યક્તિ ચાલતો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે રાહદારીને અડફેટમાં લીધો હતો જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટે ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વડોદરાનો રહેવાસી અફઝલ નામનો ઈસમ હોવાનું બહાર આવ્યું છે.આ ઉપરાંત તે ટ્રક ચલાવતો હતો. આ મામલામાં જીઆઇડીસી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે