અંકલેશ્વર: એક્સપ્રેસ વે પર આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ભટકાય, કેબિનમાં ફસાઈ જતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વર નજીક સર્જાયો અકસ્માત

  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત

  • ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

  • ટ્રક ચાલકનું મોત નિપજ્યું

  • ક્રેઇનની મદદથી મૃતદેહ બહાર કઢાયો

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું
અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એકપ્રેસ વે પર બુધવારે  સવારે  અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાના પગલે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો હતો.પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.અકસ્માતના કારણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories