-
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ
-
નહેરમાં ઠલવાયુ હતું જોખમી કેમિકલ
-
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે
-
નહેરમાં 4 દિવસથી વોટર સપ્લાય બંધ
-
સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરાય
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો. ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા ત્યારે સતત ચોથા દિવસે પણ નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો હતો.
સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સફાઈ અને કેમિકલ દૂર થવાની ખાતરી કરવામાં આવી રહી છે હાલમાં જીઆઇડીસી અને શહેરમાં તળાવમાં સ્ટોર પાણીમાંથી નગરજનોને પાણી આપવામાં આવી રહ્યું છે જેનાથી જળસંકટ હજુ સુધી સર્જાયું નથી જોકે નહેર શરૂ થતા હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે.આ તરફ આ સમગ્ર મામલા અંગે સિંચાઈ વિભાગ દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે વિવિધ ટીમ બનાવી નહેરમાં જોખમી રસાયણ કચરો કોના દ્વારા ઠલવાયો તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.