અંકલેશ્વર: હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા જન જાગૃતિ રેલીનું કરાયુ આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજન

જન જાગૃતિ રેલી નિકળી

હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણી

મોટી સંખ્યામાં યોગ સાધકો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ 29 મી સપ્ટેમ્બરના રોજ હૃદય રોગ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકોમાં આ અંગેની જાગૃતિ આવે તે હેતુસર અંકલેશ્વરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતુ.અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ જલારામ સોસાયટી ખાતેથી આ રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યોગસાધકો જોડાયા હતા હૃદય રોગ માટે યોગ કેટલું જરૂરી છે અને ઘર ઘર યોગ પહોંચાડવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વરના જલારામ નગરમાં નિ:શુલ્ક યોગ કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે જેમા 150 આ જેટલા યોગસાધકો જોડાયા છે અને યોગની તાલીમ લઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર યોગ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

#Ankleshwar #CGNews #Yoga Board #heart disease #Public awareness rally
Here are a few more articles:
Read the Next Article