અંકલેશ્વર : યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

અંકલેશ્વર જીઆડીઈસીના કમલમ ગાર્ડનમાં યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય  મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
womnsss

અંકલેશ્વર જીઆડીઈસીના કમલમ ગાર્ડનમાં યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય  મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીના કમલમ ગાર્ડનમાં યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે  અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોષીમયંક બુચહરેશ રંગાનીસુભાષ પટેલ અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. વધુમાં આ અવસરે સમાજમાં સેવાના કાર્યમાં અગ્રેસર ભૂમિકા નિભાવતી મહિલા શક્તિને સન્માનિત કરવામાં આવી હતી.

યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અશોક ઓઝા,ધર્મ પટેલનિલમ પાદરીયા અને સેવાભાવી સ્વયંસેવકો મિત્રોના સહયોગથી આ મહિલા સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories