અંકલેશ્વર : નગરમાં રસ્તા મુદ્દે યુવા કોંગ્રેસ દ્વારા અન્ન ત્યાગ સાથે ધરણા પ્રદર્શન,પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને  જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.

New Update
  • શહેરનો માર્ગ બન્યો બિસ્માર

  • યુવા કોંગ્રેસ દ્વારા તંત્રનો વિરોધ

  • અન્ન ત્યાગ કરીને ધરણા પ્રદર્શન કર્યું

  • પાલિકા પ્રજાને મૂર્ખ બનાવે છે-યુથ કોંગ્રેસ

  • પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત 

અંકલેશ્વર શહેરના બિસ્માર માર્ગ મુદ્દે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અન્ન ત્યાગ સાથે નગરપાલિકા પાસે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી,જોકે ધરણા પર બેસવાની સાથે જ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. 

અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને  જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.જેને પગલે આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોડ પર ઉતારી રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુંવસીમ ફડવાલા અને એમની ટીમ જ્યારે સફાઈ સ્થળ પર પહોંચી સુપરવાઈઝર જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે આજે ફક્ત સફાઈના આદેશ આપ્યા છે.રોડ ક્યારે બનશે એની કોઈ માહિતી એમની પાસે ન હોવાનું યુવા કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેથી વસીમ ફડવાલા સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આ ફરી એક વાર પ્રજાને ઉલ્લુ બનાવવા માટેનું કાવતરું છે.

આ પ્રસંગે વસીમ ફડવાલાવિનય પટેલનજમુદીન શેખધર્મેન્દ્ર ચૌહાણરાજુ ઘડિયાળીઅર્જુન વસાવાફારૂક શાહહનીફ ભરુચિપપ્પુ વેલ્ડર સહિતનાઓએ નગરપાલિકા ખાતે અન્ન ત્યાગ ધરણા કર્યા હતાત્યાર બાદ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા ઉપવાસ ધરણા પર બેઠેલા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Latest Stories