અંકલેશ્વર:સોશ્યલ મીડિયા પર આદિવાસી સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની અટકાયત, માફી મંગતો વિડીયો પણ કર્યો જાહેર

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે  માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • આદિવાસી સમાજ અંગે કરાય હતી ટિપ્પણી

  • સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરાય હતી

  • વિવાદિત પોસ્ટ કરનાર યુવનની અટકાયત

  • માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે  માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો
અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી પીન્કેશ નામના ઈસમે કરી હતી જે સોશિયલ મીડિયા પર મુકતા જ વિવાદ ઉભો થયો હતો અને આદિવાસી સમાજ ના યુવાનો માં રોષ ફેલાયો હતો તેમના દ્વારા આ મુદ્દે ઈસમ ને જાહેર માં માફી માગવી ની માગ કરી હતી જો કે યુવક જાહેર માં ના આવતા અંતે શનિવાર ના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી.જે બાદ પોલીસ દ્વારા પુરાવા આધારે યુવકને ઝડપી પાડવા ની કવાયત શરુ કરતા મૂળ અંદાડા અને હાલ હાંસોટ રોડ પર સંબંધી ને ત્યાં રહેતા પીન્કેશ પટેલ ની પોલીસે અટક કરી ગતરોજ પોલીસ મથકે લઇ આવી હતી આ અંગે આદિવાસી સમાજ ને જાણ થતા જ ટોળે ટોળા જામ્યા હતા. પોલીસ મથકે લઇ આવતા જ આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા જય આદિવાસી અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા
Latest Stories