New Update
/connect-gujarat/media/media_files/2025/05/30/Hic8eVmsTy6WMGtDNyFA.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
બીલીમોરા નવાપુરા સ્ટ્રીટ જૂની પોલીસ ચોકી પાસે રહેતા રાજ કલ્પેશ શાહ પત્ની અને પુત્રીને વડોદરા મૂકી કંપનીના કામ માટે બીલીમોરા નીકળ્યા હતા.તે દરમિયાન ગત તારીખ-19મી મેના રોજ તેઓને ઝોકું આવતા અંકલેશ્વર-સુરત નેશનલ હાઇવે ઉપર નવજીવન હોટલથી નૂર લિફ્ટરના મેઇન ગેટ સુધી અલગ અલગ સ્થળે સુઈ ગયા હતા.તે દરમિયાન અજાણ્યા ઈસમોએ રાજ શાહે પહેરેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તે દરમિયાન તાલુકા પોલીસે અગાઉ ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી કિમ ખાતે રહેતો જાવેદ ઉસ્માન વ્હોરાને ઝડપી પાડ્યા હતા.
Latest Stories