New Update
-
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનો બનાવ
-
2 પરિવાર વચ્ચે બબાલ
-
પંખો લેવા જેવી નાની બાબતે માથાકૂટ
-
ચપ્પુથી કરવામાં આવ્યો હુમલો
-
3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બે પરિવારના લોકો એક બીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે.જેમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં ટંકારીયા ગામમાં રહેતા ઈમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફારુક બસેરીને નવ મહિના પહેલા રિપેર કરાવવા આપેલો પંખો લેવા ગયા હતા જેમાં પંખા બાબતે બોલાચાલી થઈ હતી.
આ બાદ ઇમરાન નમાઝ પઢી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન સોકત યાકુબભાઈ બસેરી અને તેનો બનેવી મહોસીન મહમદ તેમજ યુનુસ ગણપતિએ ઇમરાન પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલ ઇમરાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ તરફ સોકત બસેરી નોંધાવેલી ફરિયાદમાં સોકત બસેરીના કાકા ફારુક બસેરી ટંકારીયા ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે.તેમની દુકાને એક વર્ષ પહેલા અઝીમ યાકુબ હાંડલીયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા માટે આપી ગયો હતો.ત્યાર બાદ ગતરોજ ઇમરાન પટેલ નામના વ્યક્તિએ આવીને સોકત બસેરીના કાકા ફારુક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
જેની જાણ ફારુકભાઈએ સોકત બસેરી કરી હતી જેથી સોકત બસેરી અને સમીર બસેરી ઈમરાન પટેલને સમજાવવા માટે તેના ઘરે જતા હતા તે સમયે ઈમરાન તેમને મક્કા મસ્જિદ નજીક જ મળી જતાં તેઓ વાતચીત કરી રહ્યા હતા તે સમયે નજીક જ રહેતા ઈમરાનનો નાનો ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાને પણ પોતાની પાસેના છરો વડે બંને ભાઈઓએ સોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો.
જેમાં સોકત બસેરીને હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં પાલેજ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
Latest Stories