New Update
/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.
આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.