ભરૂચ: 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જલારામ જયંતિની કરવામાં આવી ઉજવણી

  • 226મી જલારામ જયંતિની ઉજવણી

  • ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા

  • ભાવિકભક્તોએ લીધો લાભ

ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચ શહેરના વિવિધ મંદિરો ખાતે આજે 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ મંદિરમાં પહોંચી જલારામ બાપાની પૂજા-અર્ચના કરી ધન્ય અનુભૂતિ કરી હતી.કસક વિસ્તારમાં આવેલ જલારામ મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ આરતી, ભજન-કિર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાના ભક્તોએ ભક્તિમય માહોલમાં ભાગ લઇ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામના યુવાનો દ્વારા જલારામ બાપાના મંદિરે હવન,પૂજાઅર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

ભરૂચની જેમ અંકલેશ્વરના જલારામ મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ભક્તો જોડાયા હતા,અને જલારામ બાપાની આરાધનાનો લાભ લીધો હતો.

Latest Stories