ભરૂચ: ટંકારીયા ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા,રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ટંકારીયા ગામના મોટા પાદરના તળાવ કિનારે ખુલ્લી જગ્યામાં પાન-મસાલાના ગલ્લાની આડમાં ઇશાક જોલવા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
Palej PoliceArrest Gamblers
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના મોટા પાદરના તળાવ કિનારે ખુલ્લી જગ્યામાં પાન-મસાલાના ગલ્લાની આડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા 
ભરૂચની પાલેજ પોલીસ મથકના પી.એસ.આઈ એસ.બી સૈદાણે સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના મોટા પાદરના તળાવ કિનારે ખુલ્લી જગ્યામાં પાન-મસાલાના ગલ્લાની આડમાં ઇશાક જોલવા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા ૭૦ હજાર અને આઠ ફોન મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે વાગરા તાલુકાના જોલવા ગામના મસ્જીદ ફળિયામાં રહેતો જુગારી ઇશાક મુસા પટેલ,અશોક પરમાર,મુસ્તકીમ બશીર મલેક,યુસુફ હસન લક્કડ અને ઉશ્માન અબ્બાસ પટેલ,ઇમરાન કૈયુમ શેખ તેમજ સલીમ ઉર્ફે બિલાલ લાલનને ઝડપી પાડ્યો હતો.જયારે એક જુગારી ફરાર થઇ ગયો હતો.
Latest Stories