-
ONGC ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
-
દેશની આન બાન શાન સાથે કરાઈ ઉજવણી
-
ONGC પરિસર દેશભક્તિના રંગે રંગાયું
-
એસેટ મેનેજરે રાષ્ટ્રધ્વજને આપી સલામી
-
એસેટ મેનેજરે શહીદવીરોને શ્રદ્ધાંજલિ પાઠવી
અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં એકતા, લોકશાહી અને રાષ્ટ્રીય પ્રગતિ અને ઉર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર ONGC ખાતે એસેટ મેનેજર જે.એન.સુકનંદનના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સમારોહથી થઈ હતી.આ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, કલેક્ટિવ્સના પ્રતિનિધિઓ અને OOMS, CISF, SRPF, કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોનો સહયોગ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ONGCના ચેરમેન અને CEO અરુણ કુમાર સિંહ દ્વારા સંબોધનનું લાઇવ વેબકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અને રાષ્ટ્રનિર્માણમાં ONGCની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એસેટ મેનેજર જે.એન.સુકનંદન, ભારતીય બંધારણના શિલ્પીઓ અને સાર્વભૌમ, લોકશાહી અને પ્રગતિશીલ ભારતનો પાયો નાખનારા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજીત પ્રજાસત્તાક પર્વની જાણે ONGC ખાતે ઝાંખી સ્વરૂપ કેન્દ્રીય વિદ્યાલય, CISF, SRPF, ONGC ફાયર સર્વિસીસ, ONGC સુરક્ષા સેવાઓ અને કરાર આધારિત સુરક્ષા કર્મચારીઓના દળો દ્વારા પ્રભાવશાળી શિસ્તબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી.