ભરૂચ: શ્રીજીની ફાયબરની 25 ફૂટ ઉંચી પ્રતિમા તો તારક મહેતા સિરિયલનો સેટ બનાવાયો,જુઓ ગણેશ મહોત્સવની અનોખી થીમ !

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

ભરૂચ શહેરમાં વિવિધ ટીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચના ઝાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઉંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આ મૂર્તિ ઇકોફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી છે તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકોફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરાશે.
તો આ તરફ ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.આ ડેકોરેશનમાં સિરીયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.રૂપિયા 1 લાખના ખર્ચે 25 યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે.ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે
Latest Stories