New Update
/connect-gujarat/media/media_files/2025/09/07/mchlii-2025-09-07-14-38-09.png)
ભરૂચના વાગરા તાલુકામાં નવ મહિનાના બાળકના ગળામાં નાની મચ્છી ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ગળામાં મચ્છી ફસાતા બાળકને લોહીની ઉલટી થવા લાગી હતી તથા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી.
આ સ્થિતિને પગલે બાળકને CHC વાગરા ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. રમતાં રમતાં બાળકના મોઢામાં મચ્છી જઈ ફસાઈ હતી, જેને કારણે બાળકનું જીવન જોખમાયુ હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ટીમ – EMT સોનલબેન માલીવાડ અને પાઈલટ કૃષ્ણપાલસિંહ રાઠોડ – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સિવિલ હોસ્પિટલ ભરૂચ લઇ જવા નીકળી હતી. દરમિયાન EMT સોનલબેન માલીવાડે 108માં લીધેલા તાલીમના આધારે ડૉ. કુરેશીની સલાહ મુજબ સતત 15 થી 20 મિનિટ સુધી બેક બ્લો Back Blow આપતા રહેતા, આખરે બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર આવી ગઈ હતી. બાળકને શ્વાસમાં રાહત મળતાં તેને ઓક્સિજન સપોર્ટ અને વાયટલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ ભરૂચમા દાખલ કરવામાં આવ્યો છે.108ના EMT સોનલબેન માલીવાડની તાત્કાલિક સુઝબુઝ અને કુશળ કામગીરીથી નવ મહિનાના બાળકનો જીવ બચી ગયો હતો.
Latest Stories