New Update
/connect-gujarat/media/media_files/2025/02/01/ymhQyLR0l2u6JixiaR7H.png)
રાજ્યકક્ષાના વિદેશમંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરનાર આરોપીની એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે.
ભરૂચમાં રહેતાં અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ બે બાળકોના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી. જેનો કેનેડા એમ્બેસીમાંથી કોઇ રિપ્લાય આવ્યો ન હતો. દરમિયાનમાં 2022માં તેમના એક પરીચિત થકી ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલાં પાર્થ બંગ્લોઝ ખાતે રહેતાં મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યાં હતાં. તેમણે પોતાની ઓળખ ભારતના રાજ્યકક્ષાના વિદેશમંત્રી ડો. રાજકુમાર રંજન સિંઘના કેર ટેકર તરીકે કામ કરતો હોવાની આપી હતી. વિઝા માટે પ્રયત્ન કરવાનું કહીં મેસેજ આવ્યો હતો કે, તેમનું કામ થઇ જશે.ભેજાબાજ મનમોહન શ્રી વાસ્તાવે અભિતભાઈને વિદેશમંત્રીના ઘરે લઈ જઈ ત્યાં તેમની સાથે ફોટા પડાવ્યાં હતાં. બાદમાં તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લીધા બાદ કામ કરવાના બહાને તબક્કાવાર રીતે કુલ 9.54 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારે પોલીસે મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories