New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું
રોટરી હોલ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
યોગ અંગેનું સમજાવવામાં આવ્યું મહત્વ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો હતો.
જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેનુભાવોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા.યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ યોગનું મહત્વ,ફાયદા અને યોગને જીવનનું એક અંગ બનાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,અધિક કલેકટર એન.આર.ધાંધલ અને યોગ કોચ,યોગ ટ્રેનર,સાધકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories