ભરૂચના આમોદ જંબુસર વચ્ચે આવેલો છે બ્રિજ
ઢાઢર નદી પરનો બ્રિજ છે જર્જરીત હાલતમાં
કલેકટરે બ્રિજની લીધી મુલાકાત
બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો
યુદ્ધના ધોરણે સમારકામ કરાશે
ભરૂચના જંબુસર થી આમોદને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરીત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.
તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધારાશાયી થઈ જતા 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા. આ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે. મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે જર્જરીત બ્રિજની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.