ભરૂચ: આમોદના ઇખર ગામે ધો.11માં અભ્યાસ કરતી સગીરાએ કર્યો આપઘાત, ગળે ફાંસો લગાવી જીવનલીલા સંકેલી

ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં 16 વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

New Update
  • ભરૂચના આમોદના ઇખર ગામનો બનાવ

  • સગીરાએ કર્યો આપઘાત

  • ધોરણ 11માં અભ્યાસ કરતી હતી સગીરા

  • ગળેફાંસો લગાવી જીવનલીલા સંકેલી

  • આમોદ પોલીસે વધુ તપાસ શરૂ કરી

ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામે 16 વર્ષીય સગીરાએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં 16 વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દીપીકા હસમુખભાઈ વસાવા નવી નગરી વિસ્તારમાં રહેતા હતા અને હાલ ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. જાણવા મળતી વિગતો મુજબ ઘરનાં તમામ સભ્યો કામ પર ગયા હતા ત્યારે દીપીકાબેન ઘરમાં એકલી હતી તે સમયે તેણે દુપટ્ટાના સહારે ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી દીધી.આ ઘટના જાણવા મળતા તરતજ પરિવારજનો દીપીકાબેનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.ઘટનાની જાણ થતાજ આમોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દીપીકાએ ધોરણ 10 માં 78 ટકા ગુણ મેળવી મહેનતી અને હોશિયાર છોકરી તરીકે ઓળખ ધરાવતી હતી પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ હોવાથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.