ભરૂચ : નેત્રંગના સાકવા ગામે મરઘીના ઝુંડ પર દીપડાનો હુમલો, જુઓ CCTV

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે મરઘાં પર દીપડાના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડો પકડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી છે.

New Update
a

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે મરઘાં પર દીપડાના હુમલાની ઘટનાCCTV કેમેરામાં કેદ થઈ હતીત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડો પકડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે ગત શનિવારે મોડી રાત્રિના 2:38 વાગ્યાના અરસામાં મકાન નજીક લટાર મારતો દીપડોCCTV કેમેરામાં કેદ થયો હતો. જેમાં શિકાર કરવાના ઇરાદાથી દીપડાએ મરઘીના ઝુંડ પર તરાફ મારી એક મરઘીને દબોચી લીધી હતી. પરંતુ હાલ તો દીપડો ગામ નજીક નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છેત્યારે વન વિભાગ દ્વારા દીપડાના આટાફેરા વાળી જગ્યા પર પાંજરૂ ગોઠવી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કેનેત્રંગ તાલુકામાં અવારનવાર હિંસક બનેલા દીપડાના પશુ તેમજ માનવ પર હુમલાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. જોકેવન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા ઘણી વખત દીપડાઓ આબાદ પાંજરામાં ઝડપાયા પણ છેત્યારે હવે સાકવા ગામે પણ દીપડો પકડવા પાંજરા મુકવામાં આવે તે જરૂરી બન્યું છે.