New Update
ભરૂચના વાગરાના ગંધાર ગામે આયોજન
15 ગામ માછી પટેલ સમાજ દ્વારા આયોજન કરાયુ
સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
આગેવાનોએ આપ્યા આશીર્વાદ
ભરૂચ 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 22મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમા 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા હતા ભરૂચના વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો.
આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સદગત પરંપરાનું જતન કરી સરળ અને ખર્ચાબચતથી લગ્ન વિધિ પાર પાડવાનો હતો.