ભરૂચ: ધુળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા, 4ના મૃતદેહ મળ્યા-2 લોકો હજુ લાપતા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે

New Update
  • ભરૂચમાં ધુળેટીના દિવસે દુર્ઘટનાઓની વણઝાર

  • નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા

  • અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

  • 2 લોકો હજુ પણ લાપતા

  • ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાય

c
ભરૂચ શહેર અને જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતાં હોય છે તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે ભરૂચ જિલ્લામાં નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ બન્યા હતા. ભરૂચના નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો તળાવમાં કુલ 3 બાળકો ડૂબ્યા હતા જે પૈકી 1 બાળકને બચાવી લેવાયો હતો જ્યારે 2 બાળકના મૃતદેહ ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા. આ તરફ સમની અને દયાદરા ગામે પણ ડૂબી જતા 2 લોકોના મોત નિપજ્યા હતા. આ તરફ કડોદ અને ભરૂચના મકતમપુર નજીક નર્મદા નદીમાં નહાવા ગયેલ 2 લોકો ડૂબી ગયા હતા જે અત્યાર સુધી લાપતા બન્યા છે જેમની ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખની છે કે નદી અને તળાવમાં લોકો જીવના જોખમે નાહવા જાય છે ત્યારે આવા તહેવારોના સમયે નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
Latest Stories