New Update
-
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં સર્જાયો અકસ્માત
-
કન્ટેનર ચાલકે બાઇકને મારી ટક્કર
-
બાઈક સવાર યુવાનનું મોત
-
અન્ય રાહદારી યુવાનને પણ ઇજા
-
અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આજરોજ સવારના સમયે કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો
ભરૂચના તવરા રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય સુરેશ છોડવીયા આજ રોજ સવારના સમયે તેની બાઈક પર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન મધુરમ પાર્ટી પ્લોટ નજીક પૂર ઝડપે જતા કન્ટેનરના ચાલકે તેને અડફેટે લીધો હતો જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ સાથે જ કન્ટેનર ચાલકે અન્ય રાહદારી યુવાન પ્રેમ રાજપૂતને પણ અડફેટે લેતા તેને ઈજા પહોંચી હતીમ અંગેની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેકાબુ બનેલ કન્ટેનર ડિવાઇડર પર ચડી જાય છે અને અકસ્માત સર્જાય છે.સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories