ભરૂચ: આમ આદમી પાટી દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી થયેલા હુમલાનો વિરોધ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • આમ આદમી પાર્ટી દ્વારા આયોજન

  • વિરોધ પ્રદર્શન યોજાયું

  • ગોપાલ ઇટાલિયા પર થયેલ હુમલાનો વિરોધ

  • પોલીસે આગેવાનો-કાર્યકરોની કરી અટકાયત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જામનગરમાં જાહેર સભા દરમિયાન જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું. ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આમ આજમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ દરમિયાન વિરોધ કરી રહેલા આ આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાને જોતા ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરો પાસેથી આ રીતના હુમલા કરાવવામાં આવે છે જેને તેઓ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. હુમલો કરનાર ઇસમ સામે કડક કાર્યવાહીની આપ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories