ભરૂચ: એક્સપ્રેસ વે પર આમોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત, મહિલા સહિત 2 લોકોના મોત

કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યાં

New Update
Amod 3 Died In Car Accident
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેપર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકુ આવી જતા તે અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે.