New Update
/connect-gujarat/media/media_files/2025/04/26/L7O1hZxDVvC23e3LRGva.jpg)
ભરૂચ પે રોલ ફર્લો સ્કવોડના પી..આઈ. એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફલોં સ્કોડની ટીમના માણસો જીલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે કામગીરી કરતા હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી મળી હતી કે વાલીયા પોલીસ મથકના પ્રોહીબીસનના ગુનાના આરોપી જોરસંગ વરસિંગભાઈ ખરાડ રહે, રાતીગાર તા.જી.દાહોદ અને મહેમુદમિયા ઉર્ફે ભુરાભાઈ ગુલામ નબી શેખ રહેવાસી.મહેમદાવાદ, ખાત્રેજ દરવાજા પાસે, તા.મહેમદાબાદજી.ખેડા તેઓના રહેઠાણ સરનામા પર હાજર હોય જેથી ભરુચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો દ્વારા તા.૨૫/૦૪/૨૦૨૫ ના રોજ આરોપીઓને તેમના રહેઠાણ પરથી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીઓ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories