ભરૂચ: જંબુસરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સેફટી સૂઝનું વેચાણ કરનાર 3 વેપારીઓ સામે કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી

ભરૂચના જંબુસર બજારમાં ડુપ્લીકેટ ટાઈગર બ્રાન્ડના નામવાળા ડુપ્લીકેટ સેફટી બુટ વેચવાવાળા ત્રણ દુકાનદારો સામે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં પોલીસની કાર્યવાહી

  • ડુપ્લીકેટ સેફટી સૂઝનું થતું હતું વેચાણ

  • બ્રાન્ડેડ કંપનીના નામે બુટ વેચવામાં આવતા હતા

  • પોલીસે દરોડા પાડી 3 વેપારીઓ સામે કરી કાર્યવાહી

  • કોપીરાઈટ એક્ટ હેઠળ કરાય કાર્યવાહી

ભરૂચના જંબુસર બજારમાં ડુપ્લીકેટ ટાઈગર બ્રાન્ડના નામવાળા ડુપ્લીકેટ સેફટી બુટ વેચવાવાળા ત્રણ દુકાનદારો સામે પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના જંબુસર નગરમાં પોતાના અંગત સ્વાર્થને લઈને વેપારીઓ ડુપ્લીકેટ બ્રાન્ડના નામ વાળા સેફટી વેચે છે.તે અંગેની જાણ બ્રાન્ડ પ્રોટેક્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિને થતા તેઓએ જંબુસર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે જંબુસર બજારમાં દરોડા પાડ્યા હતા.જેમાં જંબુસર વિસ્તારમાં આવેલી સારોદવાળા ફુટવેર,અમૂલ ટ્રેડર્સ તથા ડભોઇવાલા ફુટવેરની ત્રણ દુકાનોમાં દરોડા પાડી ટાઈગર બ્રાન્ડના ડુપ્લીકેટ નામવાળા 18 સેફટી બૂટ ઝડપી પાડ્યા હતા.પોલીસે ત્રણ અલગ અલગ દુકાનોમાં મળી રૂપિયા 8100નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય દુકાનદારો સામે કોપી રાઇટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)