ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી અપનાવો’ થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ

ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી.

New Update
  • ભરૂચ કલેકટર કચેરી ખાતે યોજાય બેઠક

  • કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક

  • ગણેશ આયોજકોની બેઠક યોજાઇ

  • ઓપરેશન સિંદૂરની થીમ પર ઉજવણી કરવા અપીલ

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. ગૌરાંગ મકવાણાએ આજે શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે ગણેશોત્સવ ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી અપનાવો’ જેવી થીમ પર ઉજવવામાં આવે, જેથી લોકોમાં દેશપ્રેમની ભાવના વિકસે.કલેક્ટરે મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,જ્યારે નાના મંડળો માટે શહેરમાં નાના તળાવો તૈયાર કરવામાં આવ્યા છે.આ સમગ્ર આયોજનમાં ભરૂચ જિલ્લા પોલીસ, ડીજીવીસીએલની ટીમ અને વહીવટી તંત્ર સંકલન કરીને સુરક્ષાની તકેદારી રાખશે.
Latest Stories