ભરૂચ: શુકલતીર્થમાં  4 લોકો ડૂબ્યા બાદ ખાણખનીજ વિભાગ એક્સનમાં, 20 બોટ સિઝ કરી રૂ.5 લાખનો દંડ વસુલાયો

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં બે દિવસમાં ચાર લોકો ડૂબી જવાની ઘટના બાદ ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યુ છે.

New Update
Advertisment
  • ભરૂચના શુકલતીર્થ ગામે બન્યો હતો બનાવ

  • નર્મદા નદીમાં ડૂબતા 4 લોકોના થયા હતા મોત

  • ખાણ ખનીજ વિભાગ આવ્યું હરકતમાં

  • રેતીની લિઝ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

  • 20 બોટ સિઝ કરી રૂ.5 લાખનો દંડ ફટકારાયો

Advertisment
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં બે દિવસમાં ચાર લોકો ડૂબી જવાની ઘટના બાદ ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યુ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા નર્મદા નદીના પટમાં રેતીની લિઝ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 20 યાંત્રિક બોટ સિઝ કરી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે નર્મદા નદીમાં બે દિવસમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત નિપજવાની ઘટના બની હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ બાબતે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેઓએ ભૂ માફિયાઓ દ્વારા કરાતા ગેરફાયદેસર રેતી ખનનને આની પાછળ જવાબદાર ગણાવ્યું હતું અને અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ આ મામલામાં હરકતમાં આવ્યું છે ખાણ ખનીજ વિભાગ દ્વારા શુકલતીર્થ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગે ભરૂચ ખાણ ખનીજ વિભાગના રૉયલ્ટી ઇન્સ્પેકટર પ્રતીક બારોટે જણાવ્યું હતું કે લીઝોનું ચેકિંગ કરતાં એકંદરે દરેક લીઝ ધારકે તેમની હદ અંગેના નિશાન બનાવ્યાં ન હતાં. ઉપરાંત લીઝ ચાલું હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યાં ન હતાં. ઉપરાંત ત્યાં યાંત્રિક નાવડીઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે 20 યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ 5 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત હદ નિશાન- સાઇન બોર્ડને લઇને પણ દંડની કવાયત હાથ ધરી છે. ત્રણના મોતની ઘટના બની ત્યાં કોઇને લીઝ આપી ન હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરતાં ત્યાં બનેલી ઘટના અંગેની પણ તપાસ કરી હતી. 
Advertisment
ભરૂચના નર્મદા કિનારે અને તેમાંય શુકલતીર્થ-મંગલેશ્વર સહિત આસપાસના ગામડા તથા સામે પાર ઝઘડિયા તાલુકાના ગામોમાં થઇ કુલ 211 જેટલી રેતીની લીઝો આવેલી છે. ત્યારે નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન અને વહનને લઇને છાસવારે બુમો ઉઠતી રહે છે આ બાબતે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.
Latest Stories