ભરૂચ: પત્નીની આત્મહત્યા બાદ પતિએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, પોતે પણ મોતને કર્યું વ્હાલુ

ભરૂચમાં  આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી

New Update

ભરૂચમાં  આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

Advertisment
ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મલયો હતો જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. 
આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો જેમાં તમામ હકીકત દર્શાવી હતી જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે.જતીનની પત્નિ તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હતા જે બાબતે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વ્હાલુ કરી લીધુ હતુ.પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.