ભરૂચ: ઝઘડિયાના પડવાણીયા ગામે ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ, સાંસદ મનસુખ વસાવાએ કર્યો ધડાકો

ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.

New Update
aa

ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.

Advertisment
મનસુખ વસાવાએ ઝઘડિયાના પડવાણીયા ગામે ગેરકાયદેસર રીતે સિલિકા તેમજ અન્ય ખનીજની ચોરી થતી હોવાના આક્ષેપ કર્યા છે અને આ સમગ્ર કૌભાંડમાં અધિકારીઓનો પણ હાથ હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે 
મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પડવાણીયા પંચાયત ડમલાઈ ગામે છેલ્લા એક અઠવાડિયાથી સિલિકા તથા અન્ય ખનિજની ચોરી રાત્રીના ૫૦ થી ૬૦ ડમ્પરો દ્વારા થાય છે. જેના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકશાન થાય છે. આ ખનિજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત, મામલતદાર, ખાણ ખનિજ વિભાગ, પડવાણીયા પંચાયત, રાજપારડી પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત થી બેફામ પ્રકારે ચોરી થાય છે. આ બાબતે તાત્કાલિક ધોરણે ચોરી અટકાવવા તેઓ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
Advertisment
Latest Stories