-
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરાયું આયોજન
-
આમોદની 2 પ્રા. શાળાના મકાનનું નવીનીકરણ કરાશે
-
જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા વિશેષ ઉપસ્થિત
-
MLAએ ઉદબોધનમાં વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા
-
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતી
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ પંથકની મિશ્ર શાળાના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનના નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકોએ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલ્યાસ પટેલ, આમોદ તાલુકા મહામંત્રી ડો. પ્રવિણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી, આમોદ પાલિકા સદસ્યો, શાળાના આચાર્ય ઈશાક પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.