ભરૂચ અને નેશનલ હાઈવેના માર્ગો બિસ્માર બનતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે.

New Update

ભરૂચ શહેર તેમજ નેશનલ હાઇવેના માર્ગો અત્યંત બિસ્માર બનતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે,અને વાહન ચાલકો માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે. નર્મદા ચોકડી,એબીસી સર્કલ,શ્રવણ ચોકડી,જંબુસર બાયપાસનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે,જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને જોડતા મુખ્ય માર્ગ પર પણ ખાડા પડી ગયા છે.તેમજ નેશનલ હાઇવે પણ હવે ખાડા તંત્રથી બાકાત નથી રહ્યો! જેના કારણે વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે,અને ટ્રાફિકજામમાં પોતાનો અમૂલ્ય સમય વેડફાઇ રહ્યો છે.જ્યારે ટ્રાફિક સમસ્યાને કંટ્રોલ કરવું પોલીસ માટે પણ પડકારજનક બની ગયું છે.

Latest Stories