કાંકરીયામાં જર્જરિત કોમ્યુનિટી હોલ
સાંસદની ગ્રાન્ટમાંથી બન્યો હતો હોલ
એક જ વર્ષમાં હોલની થઇ દુર્દશા
ગ્રામજનોમાં જર્જરિત હોલથી રોષ
કોન્ટ્રાક્ટરને કરવામાં આવી રજૂઆત
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે 21 લાખ 17 હજાર રૂપિયાની માતબર રકમમાંથી સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવેલ કમ્યુનિટી હોલ એક જ વર્ષમાં જર્જરિત થઇ ગયો છે.જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ જર્જરિત અવસ્થામાં છે,ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા રૂપિયા 21 લાખ 17 હજારની ગ્રાન્ટ આ કોમ્યુનિટી હોલ માટે ફાળવવામાં આવી હતી.કોમ્યુનિટી હોલની આસપાસ બનાવવામાં આવેલ બેઠક પર ખાડા પડી ગયા છે,તેમજ ધાબા ઉપર જવાનો દાદર પણ અસ્તવ્યસ્ત છે. તથા ધાબા ઉપર લગાવેલ ચાઇના મેજીક પણ ઉખડી જવા પામેલ છે. કોમ્યુનિટી હોલના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.ફક્ત એક જ વર્ષમાં હોલની અંદર દીવાલો ઉપર પણ તિરાડો પડવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા પામ્યા છે.
પાણીની ટાંકી અને પાઇપ કનેક્શનમાં મોટા પાયે ગોબાચાળીના આક્ષેપ પ્રતિઆક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ,ભજન,સામાજિક કે ધાર્મિક પ્રસંગ હોય કે પછી આજુબાજુ ગામમાં ઢાઢર નદીમાં પૂર આવે છે,ત્યારે માનસંગપુરા અને કાંકરીયા ગામના અસરગ્રસ્ત લોકો આ હોલનો ઉપયોગ કરતા કરે છે.