ભરૂચ-અંકલેશ્વરમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ, અંતિમ દિવસે ખેલૈયાઓ મનમૂકી ગરબે ઘૂમ્યા

નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો

New Update

ભરૂચમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ

દશેરાના દિવસે પણ વરસાદ વરસ્યો

ભરૂચ અંકલેશ્વરમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ

ખેલૈયાઓ વરસતા વરસાદમાં ગરબે ઘૂમ્યા

હજુ 2 દિવસ વરસાદની આગાહી

ભરૂચ અને જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ વરસાદ વરસ્યો તો જોકે ખેલૈયાઓ વરસતા વરસાદમાં ગરબે ઘુમ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો હતો.
દશેરાના દિવસે અંતિમ દિવસના ગરબામાં ખેલૈયાઓ વરસતા વરસાદમાં ગરબે ઘુમ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો હતો.તો ઝઘડિયામાં 15 અને વાલીયામાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કેટલાક ખેલૈયાઓ વરસતા વરસાદમાં ગરબા રમવાની મજા માણી હતી તો કેટલીક જગ્યાએ વરસાદના કારણે ખેલૈયાઓ ભાગતા જોવા મળ્યા હતા હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
#Connect Gujarat #Rainfall #Heavy rainfall #Vijaya Dashami #Ankleshwar Rainfall #Navratri 2024 #Dusherra
Here are a few more articles:
Read the Next Article