ભરૂચ: વાલિયા તાલુકાના 3 ગામના 70 જેટલા વિદ્યાર્થીઓ ST બસના અભાવે મુશ્કેલીમાં, 5 કી.મી.સુધી પદયાત્રા કરવા મજબૂર

ભરૂચના વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર ગામના મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કી.મી.ની પદયાત્રા કરવા મજબુર બન્યા છે.

New Update
  • ભરૂચના વાલિયાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

  • 3 ગામના 70 વિદ્યાર્થીઓને મુશ્કેલી

  • એસ.ટી.બસ ગામ સુધી આવતી નથી

  • 5 કી.મી.ચાલીને જવું પડે છે અભ્યાસ અર્થે

  • એસ.ટી.વિભાગ સમસ્યાનું નિરાકરણ લાવે એવી માંગ

ભરૂચના વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર ગામના મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કી.મી.ની પદયાત્રા કરવા મજબુર બન્યા છે.
ભરૂચના વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 5 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે."ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત" જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે.ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.
અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે. નવા નગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે. નોંધનીય છે કે આજે મીડિયાના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામના પુલ સુધી આવી હતી.
Latest Stories