/connect-gujarat/media/media_files/2025/05/04/YRzwRLfEieurHD0X066T.jpg)
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે મહાકાળી માતા મંદિર નજીક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો
થોડા દિવસો અગાઉ કશ્મીરના પહેલગામની "બૈસરન ઘાટીમાં થયેલ આતંકવાદી હુમલા બાદ દેશ ભરમાં પાકિસ્તાનની આ હરકત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અનુસંધાને આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ મહાકાળી માતાના મંદિર નજીક વડના ઝાડ નીચે શહીદોના ફોટો સાથે બેનરો લગાવી મીણ બત્તી સળગાવી નિર્દોષ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને જાહેર માર્ગ પર પાકિસ્તાનના ઝંડાને રોડ પર ચોટાડી તેના પરથી વાહનો પસાર કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો, સાથે પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર કર્યા હતા, આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ અને આસપાસના ગામના હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા