New Update
/connect-gujarat/media/media_files/2025/10/10/crds-2025-10-10-17-09-28.png)
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક સસરોદ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર કારની ટકકરે બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગત તા. 9 ઓક્ટોબર-2025'ના રોજ રાત્રે 10:50 કલાકના અરસામાં પાલેજ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર અકસ્માત સર્જાયો હતો. પાલેજના સાસરોદ ગામ નજીકથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રસ્તો ઓળંગતી વેળા કાર ચાલકે અડફેટે લીધો હતો. જેમાં કાર ચાલકની જોરદાર ટકકરે બાઇક ચાલક વ્યક્તિ હવામાં ફંગોળાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે આ વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ, પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
Latest Stories