ભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ

જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા  સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે

New Update
Vedach Village

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા  સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ આ ખાડાઓ પાસે કોઈ ચેતવણી ચિન્હો કે આડસ મૂકવામાં આવી નથી.

Vedach Grampanchayat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામમાં છેલ્લા10દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે,જે અંગે સમસ્યાના નિરાકરણની  કામગીરી માટે જાહેર માર્ગ પાસે પંચાયત દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે.જોકે ગત રાત્રે વિપુલ જશુભાઈ નામનો યુવક પોતાની બાઈક પર નવયુગ વિદ્યાલય નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તે10ફૂટ ઉંડા ખાડામાં બાઈક સાથે પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી વિપુલને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં વિપુલને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ પહોંચી હતીઅને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

વિપુલે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જો ગ્રામ પંચાયત દ્વારા ખાડા પાસે સૂચના દર્શાવતી રિબન કે આડસ મૂકવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.જ્યારે સ્થાનિક રહીશોએ પંચાયત પાસે તાત્કાલિક યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી.