New Update
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા તેમજ આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની નિમણુંક અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની નવરચના કરવામાં આવી રહી છે .જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચના ચાર નગર અને આઠ તાલુકા ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં યુવાઓને પ્રાધાન્ય આપ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં હજુ એક હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.
ભરૂચ જિલ્લામાં નવ નિયુક્ત પ્રમુખોના નામ:
ભરૂચ તાલુકા જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર,ભરૂચ શહેર જતીનકુમાર કનૈયાલાલ શાહ,વાલીયા તાલુકા પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલ,વાગરા તાલુકા સતિષ જસંવતભાઈ ગોહિલ,ઝઘડીયા તાલુકા સંદિપકુમાર કંચનભાઈ પટેલ,નેત્રંગ તાલુકા મનસુખ શંકરભાઈ વસાવા,જંબુસર તાલુકા કુલદિપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ,જંબુસર શહેર,મનનકુમાર ધનશ્યામભાઈ પટેલ,આમોદ તાલુકા દિપક મનિષભાઈ ચૌહાણ,આમોદ શહેર મિથુનકુમાર મુકેશભાઈ મોદી,અંકલેશ્વર તાલુકા ચંદ્રેશ નટવરભાઈ પટેલ, અંકલેશ્વર શહેર ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ પુષ્કરણા,અંકલેશ્વર નોટિફાઈડ જય ભરતભાઈ તેરૈયા ની વરણી કરવામાં આવી છે.