New Update
આજે ડો.બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ
ભરૂચમાં યોજાયા કાર્યક્રમો
ભાજપ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાય
કોંગ્રેસ કાર્યાલય પર પણ કાર્યક્રમ યોજાયો
આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની આજે 6 ડિસેમ્બરે પુણ્યતિથિ છે, તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, અનુસુચિત જાતિ મોરચાના કનુ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર આગેવાન સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા