ભરૂચ: ભાજપના નેતા મહેશ વસાવાએ UCC અંગે CMને લખ્યો પત્ર, આદિવાસીઓના અધિકારો ખતમ કરવાનું ગણાવ્યું ષડયંત્ર !

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવા એ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અંગે પત્ર લખ્યો છે જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે

New Update
  • રાજ્ય સરકાર લાગુ કરશે UCC

  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ લખ્યો પત્ર

  • CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કરી રજુઆત

  • પેટા સમિતિ બનાવવાની કરી માંગ

  • UCCમાંથી આદિવાસીઓને બાકાત રાખવા ભલામણ

Advertisment
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવા એ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને અંગે પત્ર લખ્યો છે જેમાં તેઓએ વિવિધ રજૂઆતો કરી છે અને સાથે જ UCCની કોઈ જરૂર ન હોવાનું નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. આ માટે સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે ત્યારે આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કેટલીક રજુઆત કરી છે.

મહેશ વસાવાએ સી.એમ.ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે UCC અંગે ૪૫ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેઓની માંગ છે કે ૬૦ દિવસમાં રીપોર્ટ સોંપવામાં આવે અને,  ST, SC, O.B.C પીછડા વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની  પેટા સમિતી બનાવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉતરાખંડનો જે મુસદ્દો છે એને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો U.C.C ના મુસદાને સમજી શકે અને ગુજરાતમાં U.C.C ના મુસદ્દાનો  અભીપ્રાય આપી શકે.સાથે જ આદિવાસીઓને સવીધાનથી સંરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ U.C.C ના માધ્યમથી કોઇ પણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેવી તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે. મહેશ વસાવાએ આ અંગે કહ્યું હતું કે UCCની કોઈ જરૂર નથી આદિવાસીઓના અધિકારીઓ ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
Latest Stories