ભરૂચ: ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આયોજન

  • કાર્યશાળાનું આયોજન કરાયું

  • ભાજપના આગેવાનો કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા ભરૂચ જિલ્લા કો-ઓપરેટિવ બેંકના હોલમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજન ભટ્ટ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહ-સંયોજક જગદીશ પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ આત્મનિર્ભર ભારતના વિચાર અને સંકલ્પ અંગે  માર્ગદર્શન આપ્યું હતું.કાર્યશાળામાં વક્તાઓએ હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો.
સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના એમ.ડી. અજયસિંહ રણા, પદાધિકારીઓ તથા વિવિધ મોરચાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories