ભરૂચ : મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો…

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે

New Update
Advertisment
  • મહારાષ્ટ્ર-વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપની જીત

  • ભવ્ય જીત બદલ ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ

  • કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી

  • ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતનો જશ્ન મનાવાયો

  • મોટી સંખ્યા ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ 

Advertisment

મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠકની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે એ નિશ્ચિત છે. તો બીજી તરફબનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે.

કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે. જોકેવાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છેત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકમેકને મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories