New Update
/connect-gujarat/media/media_files/2026/02/20/milannn-2026-02-20-08-54-24.jpg)
સી ડિવિઝન પોલીસે ઝારખંડમાંથી ગુમ અસ્થિર મગજના વ્યક્તિને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ચાવજ ગામ ચોકડી પાસે એક અસ્થીર મગજનો ઈસમ હાજર મળી આવતા જેનું નામઠામની પુછપરછ કરતા તે ફકત ઝારખંડ રાજ્યનું નામ બોલતો હોવાથી ઝારખંડ રાજ્ય પોલીસનો સંપર્ક કરી ઈસમનો ફોટો પાડી મોકલી આપવામાં આવ્યો હતો ત્યારબાદ સદર ઈસમ બાબતે ઝારખંડ પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે આ ઈસમનું નામ- અમરદિપ નેપાલ ઠઠેરા રહે. ગામ પોટકા ઠઠેરી સાંઈ પો.સ્ટ.ચક્રધરપુર ઝારખંડ નો હોવાનું જણાવેલ અને તે ગુમ થયા બાબતે (ઝારખંડ) ચક્રધરપુર પો.સ્ટે.માં જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હતી.પોલીસે અસ્થિર મગજના ઈસમના માતા-પિતાનો સંપર્ક કરી તેના પરીવારને સોપવામાં આવ્યો હતો.
Latest Stories