New Update
કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી.
કોલકાતાની હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બળાત્કાર બાદ હત્યા મામલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે ભરૂચ ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળના કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જેમાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સાઈ મંદિર ખાતેથી કેન્ડલ માર્ચ યોજાય હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં બહેનો સહિત જાહેર જનતાએ જોડાય કસૂરવારોને સખતમાં સખત સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી.
Latest Stories