-
સબ જેલ પાસેની વિશાળ જગ્યાનો વિવાદ
-
સ્થાનિક લોકો રમત ગમત માટે કરે છે ઉપયોગ
-
જેલ સત્તાધીશોએ કમ્પાઉન્ડ વોલ બનાવતા વિવાદ વકર્યો
-
સ્થાનિકોએ હાઇકોર્ટમાં નાખ્યો છે ઘા
-
જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સબ જેલ પાસેના મેદાન સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અને આવેદનપત્ર પાઠવીને આ જગ્યાને રમત ગમત ક્ષેત્રે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ભરૂચ સબ જેલ પાસે આવેલા વિશાળ મેદાનની ફરતે જેલ સત્તાધીશો દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી હતી,જોકે સ્થાનિક લોકો દ્વારા મેદાન રમત ગમત માટે જ ઉપયોગી બની રહે તે અર્થે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી,અને મેદાનને લઈને સર્જાયેલો વિવાદનું કોકડુ હજી હાઇકોર્ટમાં ગુંચવાયેલુ છે,ત્યારે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ મેદાનને રમત ગમત અર્થે જ ઉપયોગમાં રહે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે,અને જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું,તેમજ માંગ કરી હતી કે વિશાળ જગ્યા ના કોઈપણ હેતુફેર અગાઉ સ્થાનિક લોકોનો અભિપ્રાય મેળવીને કાર્યવાહી કરવામાં આવે તથા ગ્રાઉન્ડ રમત ગમત માટે જ કાર્યરત રહે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.